હોળી ધુળેટીના તહેવારના દિવસોમાં યાત્રાધામ બેટ-દ્વારકાના વેપારીઓનો ધંધો ઠપ્પ થયો

સુરક્ષા વ્યવસ્થા અને સલામતીનાં ભાગરૂપે બજારનો રસ્તો બંધ કરાતાં વેપારીઓ નવરાધૂપ

હોળી ધુળેટીના તહેવારના દિવસોમાં યાત્રાધામ બેટ-દ્વારકાના વેપારીઓનો ધંધો ઠપ્પ થયો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર
હોળી ધુળેટીના તહેવારના દિવસોમાં યાત્રાધામ બેટ-દ્વારકાના વેપારીઓનો ધંધો ઠપ થયો છે. સુરક્ષા વ્યવસ્થા અને સલામતીનાં ભાગરૂપે બજારનો રસ્તો બંધ કરાતાં વેપારીઓ નવરાધૂપ થયા છે. તહેવારોના પ્રસંગે આ રસ્તો પહેલીવાર જ બંધ કરાયો હોવાનું વેપારીઓનું કથન. બેટ-દ્વારકાનો જાહેર રસ્તો બંધ થતા વેપારીઓમાં આક્રોશ સાથે ગુસ્સો. કોઈપણ બજાર કે ગામ અથવા યાત્રાધામમાં વેપાર કરતાં વેપારીઓમાં એવું જોવા મળતું હોય છે કે જ્યારે તહેવાર આવે ત્યારે તેમને મનપસંદ મુજબ વેપાર મળી રહે આવી જ રીતે યાત્રાધામ બેટ દ્વારકા ના વેપારીઓમાં પણ તહેવારો અને વેકેશનમાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓનો વેપાર મળી રહેતો હોય છે અને તેમની રોજી રોટી ચાલતી હોય છે પરંતુ આ વર્ષે સરકારી તંત્ર દ્વારા મંદિર ચોકનો મુખ્ય માર્ગનો રસ્તો સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે સદંતર બંધ કરી દેવાતા સેકડોની સંખ્યામાં  વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. સરકારી તંત્રના આ કાર્યથી વેપારીઓમાં ગુસ્સા સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.