આઈટી ક્ષેત્રમાં ઉથલપાથલ : વિશ્વની ટેક દિગ્ગજ કંપની માઈક્રોસોફટે ૬૦ હજાર કર્મીઓને સ્વેચ્છાએ નોકરી છોડવાની ઓફર આપી

આઈટી ક્ષેત્રમાં ઉથલપાથલ : વિશ્વની ટેક દિગ્ગજ કંપની માઈક્રોસોફટે ૬૦ હજાર કર્મીઓને સ્વેચ્છાએ નોકરી છોડવાની ઓફર આપી

નવી દિલ્હી,તા.૨૭:
AIની અસર વધુ એક મોટી કંપની પર પડી છે. માઇક્રોસોફટે અમેરિકા, ભારત, બ્રિટન અને કેનેડામાં પોતાના આશરે ૬૦,૦૦૦ કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ આપ્યો છે. આ ઓફર કંપનીના એવા કર્મચારીઓ માટે છે, જેઓ નિર્ધારિત અનુભવ સ્તર એટલે કે લેવલ ૭૦ અથવા તેનાથી નીચે આવે છે. આ યોજના એટલી મોટી છે કે કંપનીના આશરે ૨૭ ટકા કર્મચારીઓ તેના દાયરામાં આવી શકે છે. કંપનીએ સોમવારે આ સ્વૈચ્છિક એકિઝટ ઓફરની જાહેરાત કરી હતી. આ અંતર્ગત પાત્ર કર્મચારીઓને નોકરી છોડવાનો ર્નિણય લેવા માટે ડિસેમ્બર સુધીનો સમય મળશે. જે કર્મચારીઓ આ ઓફર સ્વીકારશે, તેઓ ૩૧ ડિસેમ્બરે કંપની છોડી દેશે. જોકે, કંપનીએ આ યોજના હેઠળ કેટલા કર્મચારીઓ નોકરી છોડે તે અંગે કોઈ લક્ષ્યાંક નક્કી કર્યો નથી.