ઈરાકમાં અમેરીકન એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો
(એજન્સી) બગદાદ તા.૧૭
ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર ઈરાને ડ્રોન અને રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાના લગભગ ૬ કલાક પહેલા જ દૂતાવાસે ઇરાકમાં રહેતા અમેરિકી નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી હતી.
આ દરમિયાન ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇરાનની રાજધાની તેહરાનમાં મોટા પાયે હવાઈ હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાનના ઉત્તરીય વિસ્તારમાં ઘણા જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.


