તેલંગાણામાં ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના : તળાવમાં ડુબી જવાથી ૬ બાળકોના કરૂણ મોત

તેલંગાણામાં ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના : તળાવમાં ડુબી જવાથી ૬ બાળકોના કરૂણ મોત
AI Image

(એજન્સી)      સંગા રેડ્ડી, તા.૧૭: 
તેલંગાણાના સંગા રેડ્ડી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા એક દર્દનાક અકસ્માતમાં ૬ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ અણધારી આફતના કારણે મૃતક બાળકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના પાટનચેરુ મંડળ અંતર્ગત આવતા પેડ્ડાકંજેરલા ગામમાં બની હતી. અહીં કેટલાક બાળકો ગણેશ પ્રતિમા વિસર્જન માટે નેરેડુ ચેરુવુ તળાવ પાસે ગયા હતા. વિસર્જનની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આ ૬ બાળકો ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. બાળકોને તરતા નહીં આવડતું હોવાને કારણે તેઓ પાણીમાં પોતાની જાતને સંભાળી શકયા નહીં અને ઊંડાણમાં ડૂબવા લાગ્યા. આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે તેમને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં છ બાળકોના ડૂબી જવાથી પ્રાણ રુઝાઈ ગયા હતા.