નોરતામાં ગરબા રમવા માટે હવે પાર્ટનર ભાડે મળશે !! ૩ અલગ પેકેજ

નોરતામાં ગરબા રમવા માટે હવે પાર્ટનર ભાડે મળશે !! ૩ અલગ પેકેજ

(એજન્સી)           મુંબઇ તા.૧૭:
કહેવાય છે કે બિઝનેસ એક આઈડિયાથી બને છે. એટલે કે લોકોની જિંદગી સરળ બનાવવાનો મોકો દરેક જગ્યાએથી મળી જાય છે. બસ તેને જોવાની નજર હોવી જોઈએ. ગુજરાતના આ ભાઈએ પણ કંઈક આવું જ કર્યું છે. તેણે નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાની મુશ્કેલીને પોતાનો બિઝનેસ આઈડિયા બનાવી લીધો છે. હવે તેનો આ અનોખો આઈડિયા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. નવરાત્રિમાં ગરબા રમવા માટે પાર્ટનર ન મળવાથી કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ યુઝર કૃષ્ણ મિષીએ એક પોસ્ટ શેર કરતા ગરબા પાર્ટનર ભાડે મળશે, એવા નામથી સવિર્સ શરુ કરી છે. તેમાં ગરબા પાર્ટનર માટે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ત્રણ પેકેજ આપ્યા છે. સિલ્વર પેકેજની કિમત ૧૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં બે કલાક ગરબા, એક જેવા કપડાં, ગરબાના બેસિક સ્ટેપ્સની જાણકારી અને સેલ્ફી સામેલ છે. ત્યાર બાદ ગોલ્ડ પેકેજ ૧૫૦૦ રૂપિયામાં આવે છે. તેમાં ચાર કલાક ગરબા રમવાની સાથે બંનેની બનાવેલી એક કહાની પણ સામેલ છે, તેમની મુલાકાત કેવી રીતે થઈ. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે વીડિયો પણ આપશે.