ડો. સુભાષ ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ડો. સુભાષ ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

જૂનાગઢ, તા.૧૭
શ્રી પેથલજીભાઈ ચાવડાની ૯૭મી જન્મજયંતિ નિમિત્તે ડૉ. સુભાષ ફાઉન્ડેશન દ્વારા તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ડૉ.સુભાષ આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે નિ:શુલ્ક આયુર્વેદહેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના ભાવને સાકાર કરતાં યોજાયેલા આ આરોગ્ય કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓઉપસ્થિત રહી વિવિધ નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પનું ઉદ્ઘાટન ડૉ. સિદ્ધેશ પંડયાદ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાંવિવિધ આયુર્વેદિક વિભાગોની OPD, નિ:શુલ્ક લેબ રિપોર્ટ, આયુર્વેદિક પંચકર્મ સારવાર, જલૌકાવચરણ (લીચ થેરાપી), હરસ, મસા, ભંગદરના ઓપરેશન અંગેની સુવિધા, નિ:શુલ્ક દવા, ફિઝિયોથેરાપી, ગર્ભસંસ્કાર માર્ગદર્શન, રક્તમોક્ષણ તથા અગ્નિકર્મસહિતની વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એક જ સ્થળે વિવિધ આયુર્વેદિક નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ થતાં મોટી સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ લીધો હતો.
વધુમાં વધુ લોકો આ નિ:શુલ્ક આરોગ્યચેકઅપ કેમ્પનો સરળતાથી લાભ લઈ શકે તે માટે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવનાર લાભાર્થીઓ માટે જરૂરી મૂકવા-લેવાની અને બપોર ભોજનની વ્યવસ્થા પણદ્વારા કરવામાં આવી હતી. કેમ્પમાં ડૉ.મેહુલ સંઘાણી,ડૉ.સંજય પોપટઅને ડૉ.પીયૂષ પંડ્યા,તેમજ ડૉ. સુભાષ આયુર્વેદ હોસ્પિટલના તમામ વિભાગના આયુર્વેદ M.D. ડોક્ટરો દ્વારા દર્દીઓને નિષ્ણાત માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.
ડૉ. સુભાષ ફાઉન્ડેશનના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએઆ સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ તબીબો, આયુર્વેદ નિષ્ણાતો, હોસ્પિટલની ટીમ, સ્ટાફ, સ્વયંસેવકો તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાેડાયેલા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.