ઉના શહેરમાં કોળી યુવાન ઉપર નજીવી બાબતે ચાર મુસ્લિમ યુવકોએ કારમાંથી ઉતારી ઢોર માર મારી ગંભીર ઇજાઓ કરી

વચ્ચે બચાવવા પડેલ યુવાનને માર માર્યો : પોલીસે ચાર આરોપીને પકડી રી-કન્ટ્રક્શન કર્યું

ઉના શહેરમાં કોળી યુવાન ઉપર નજીવી બાબતે ચાર મુસ્લિમ યુવકોએ કારમાંથી ઉતારી ઢોર માર મારી ગંભીર ઇજાઓ કરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૩
ઉના શહેરમાં રહેતા રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા રાત્રે તેમની ઇનોવા મોટર કારને ૮૦ ફૂટ રોડ ઉપર નીકળતા રોડ વચ્ચે મોટર સાયકલ ઊભેલ હોય તે હટાવવા ત્યાં ઉભેલ યુવાન સાથે બોલાચાલી થઈ હતી તે. મનદુ:ખ રાખી આરોપીઓ જ્યારે રણજીતભાઈ પોતાની મોટર કાર લઈ વસલગપુર રોડ ઉપર આવેલ સમીર ગેસ એજન્સી પાસે આવેલ પાનની દુકાને પહોંચેલ ત્યારે બે મોટર સાયકલ ઉપર સલીમ તેજા સેલોતનો છોકરો અને ત્રણ અજાણ્યા શખ્સોએ આવી રણજીતભાઈની ઈનોવા કારના કાચ ફોડી રણજીતને બહાર કાઢી અને રોડ ઉપર ઢીકાપાટુંનો માર મારી પટ્ટે પટ્ટે માર મારવા લાગેલ અને રણજીતભાઈને બચાવવા વચ્ચે પડેલ મિહિરભાઈ વીરજીભાઈ પરમારને પણ આરોપીએ ધક્કો મારી દૂર કરેલ અને રણજીતને માર મારતો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હતો. રણજીતભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસને મારામારીની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી ગઈ હતી ત્યાં દુકાનમાં રહેલ સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કબ્જે કરી તપાસ શરૂ કરી હતી. ઊના પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપી આર્યન સલીમ સેલોત, સૂફિયાના સલીમ સેલોત, સોહિલ સલીમ સાજલાલી, અયાજ અતુલ મોગલની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલ બે મોટર સાયકલ કબ્જે કરી હતી. ડીવાયએસપી વી.આર. ખેંગાર પણ ઊના આવી ગયા હતા અને જણાવેલ કે આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને હજુ પણ સીસીટીવી ફૂટેજમાં જે આરોપીની ઓળખ થશે તેની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આ અંગે હિન્દુ યુવા સંગઠન અને ગૌ રક્ષક દળ, કોળી સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદી રણજીતભાઈએ જણાવેલ કે મે જે રીતે પોલીસ ફરિયાદ નોંધાવી તે પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી નથી તેમણે પહેરેલ સોનાનું લોકેટ પણ લૂંટ થઈ છે તે પણ નોધી નથી. જો ઊનામાં ભય ફેલાવતા શખ્સો સામે પગલા લેવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.