ઉપલા દાતાર ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે દીવડા પ્રગટાવી અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી શુભેચ્છા સંદેશ પાઠવ્યો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૮
જૂનાગઢ ઉપલા દાતારની ધામિર્ક જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પૂજ્ય બાપુએ દાતાર બાપુની જગ્યા ખાતે દીવડા પ્રગટાવી અને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અને ભારત માટે સતત અને સતત સારા કાર્ય કરતા રહે એવી શુભકામના સાથે જન્મદિવસની પણ શુભકામના અને દાતાર બાપુના રૂડા આશીર્વાદ પૂજ્ય ભીમ બાપુએ પાઠવ્યા છે.


