પોસ્ટલ પેંશનરોની પડતર માંગણીઓ માટે ધરણા અને "સુત્રોચાર" કરાયા

પોસ્ટલ પેંશનરોની પડતર માંગણીઓ માટે ધરણા અને "સુત્રોચાર" કરાયા

જૂનાગઢ, તા.૧૮
સી.એચ.ક્યુ.-ન્યૂ દિલ્હીના આદેશ મુજબ પેંશનરોની પડતર માંગણી ને ઉજાગર કરવા ત્રીજા તબક્કાનું ડિવિઝનલ લેવલે આંદોલન નો એક કાર્યક્રમ તા.૧૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીગ્રામના ગ્રાઉન્ડ પરિસર ખાતે સવારે ૧૦થી  ઓલ ઇન્ડિયા પોસ્ટલ & આર.એમ.એસ. પેંશનર એસોસિયેશન, જૂનાગઢના પેંશનરો દ્વારા એક ધરણા પ્રોગ્રામનું આયોજન કરેલ હતું જેમાં પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં ૧-પેન્શન વેલીડેશન એકટ-૨૦૨૫ "નાબૂત" કરજાે, ૨-આઠમા પગાર પંચમાં ટર્મસ ઓફ રેફરન્સમાં ફેરફાર કરી પ્રિ-૨૦૨૬ના પેંશનરોને લાભ આપો, ૩-આઠમા પગારપંચના અમલ સુધી ઇન્ટરીમ રિલીફ(રાહત) આપો, ૪-મોંઘવારીના ૫૦% પગાર/પેન્શનમાં મર્જ કરો, ૫-સી.જી.એચ.એસ.ના લાભો આપો, ૬-કોમ્યુટેશનનો ગાળો ૧૫ વર્ષની જગ્યાએ ૧૦ વર્ષ ૮ મહિના કરો, ૭-આરોગ્ય સબંધી તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવો, ૮-પેન્શનમાં સમાનતા લાવો. આ કાર્યક્રમને સફળ બનાવવા અશોક જમોડ(ઇન્ચાર્જ સ્ટેટ સેક્રેટરી), રાજેન્દ્ર ચુડાસમા(ઓર્ગે. સ્ટેટ સેક્રેટરી), મહેશ જાેશી(સેક્રેટરી), લીલાભાઈ જાેટગિયા(પ્રમુખ), દિનેશ નિમાવત, હેમંત પરમાર, કૃષ્ણદેવ કારેણા તેમજ સર્વે પેન્શનર સભ્યો હાજર રહી ધરણા તેમજ સુત્રોચ્છાર કરવામાં આવ્યા હતા.