ઓછો વરસાદ અને ડેમ, તળાવ ભરાયા નથી ત્યારે વિલિંગ્ડન ડેમ, હસ્નાપુરડેમ અને નરસિંહ મહેતા સરોવરમાંથી કાંપ કાઢવાની તાતી જરૂર છે

ઓછો વરસાદ અને ડેમ, તળાવ ભરાયા નથી ત્યારે વિલિંગ્ડન ડેમ, હસ્નાપુરડેમ અને નરસિંહ મહેતા સરોવરમાંથી કાંપ કાઢવાની તાતી જરૂર છે
AI Image

જૂનાગઢ તા.૧૭
જૂનાગઢમાં નવાબી શાસન સમયનું નજરાણું વિલિંગ્ડન ડેમ આજે સો વર્ષ કરતા પણ વધુ સમય થી અડીખમ યોદ્ધાની માફક ઉભેલ છે. નવાબી શાસનના સમયમાં આજથી ૧૦૦ વર્ષ પહેલા બાંધવામાં આવેલ વિલિંગ્ડન ડેમ રમણીય અને ફરવાલાયક સ્થળ છે. વિલિંગ્ડન ડેમ અને આસપાસના પરિસરને વિકસાવવાની યોજનાઓ આગળ વધી નથી અને માત્ર વાતો જ રહી ગઈ છે. ઉપરાંત જ્યારથી વિલિંગ્ડન ડેમ બન્યો ત્યાર થી આજ દિન સુધી આ ડેમ માંથી કાંપ કાઢવામાં આવ્યો નથી.વિલિંગ્ડન ડેમમાં પાણી સંગ્રહની ક્ષમતા ૧૦૦ વર્ષને ધ્યાને રાખીને રાખવામાં આવી હતી પરંતુ કાંપ ન કાઢવાના કારણે આ ડેમ માં વર્ષો જૂનો કાંપ ભરાયો છે. ત્યારે આ કાંપ કાઢી ડેમ ને મૂળ સ્થિતિમાં લાવવાની જરૂર છે આજે વરસાદની ઘટ છે અને જે સંગ્રહ છે તે વન્ય પ્રાણી માટે રિઝર્વ રાખવામાં આવેલ છે. આગામી સમયમાં પાણીની ઘટ હજુ થશે ત્યારે આગામી ચોમાસુ શરૂ થાય તે પહેલા વિલિંગ્ડન ડેમ તેમજ હસ્નાપુર ડેમ અને નરસિંહ સરોવર માંથી કાંપ કઢાવી લેવાની જરૂર છે.
વિલિંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ અને નરસિંહ સરોવર માંથી કાંપ કાઢવાની હાલ તક મળી છે અને ૬ માસ જેવો સમય છે. તેનો સદ્દઉપયોગ કરી કાપ કાઢી લેવામાં આવે તો ભવિષ્યમાં જળસંકટનો સામનો ક્યારેય કરવો નહિ પડે જેથી સંબધિત તંત્ર આ બાબતે કામગીરી કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
વનવિભાગ કે અન્ય વિભાગોએ આ બાબતે તાત્કાલિક ધ્યાન પર લઈ અને કાંપ કાઢવાની બાબતની મંજૂરી આપી દેવી જોઈએ જેથી સ્થાનિક મનપા તંત્ર કે સંલગ્ન વિભાગ ડેમ, તળાવ માંથી કાપ કાઢવાની કામગીરી કરી શકે.