ઓરિસ્સામાં બનેલી જઘન્ય ઘટના : ૧૩ વર્ષિય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર પાંચ નરાધમ શિક્ષકોની ધરપકડ

ઓરિસ્સામાં બનેલી જઘન્ય ઘટના : ૧૩ વર્ષિય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર પાંચ નરાધમ શિક્ષકોની ધરપકડ

(એજન્સી)     ભુવનેશ્વર તા.૨૩:
ઓડિશાના કેંદ્રાપાડા જિલ્લામાં એક ખાનગી અંગ્રેજી માધ્યમ શાળામાં બળાત્કારનો મામલો સામે આવ્યો છે. જ્યાં પોલીસે ધોરણ ૭ની એક છાત્રાની સાથે કથિત રૂપથી એક વર્ષ કરતા વધુ સમય સુધી દુષ્કર્મના આરોપમાં ૫ાંચ શિક્ષકોની ધરપકડ કરી છે. રિપોર્ટ પ્રમાણે ઘટના ત્યારે સામે આવી, જ્યારે સગીર પીડિતાએ પાછલા મહિને પોતાની માતાને હકીકત જણાવી હતી. ત્યારબાદ પરિવારે ૧૮ ફેબ્રુઆરીએ ચાઇલ્ડ વેલફેર કમિટી (ઝ્રઉઝ્ર) માં ફરિયાદ દાખલ કરાવી હતી. તેની જાણકારી બાળ કલ્યાણ 
સમિતિના સભ્ય સ્વાગતિકા પાત્રાએ આપી છે. ફરિયાદ મળ્યા બાદ ઝ્રઉઝ્રની ટીમે શાળાની મુલાકાત લઈ ઘટનાની તપાસ કરી અને તેને સંવેદનશીલ ગણાવી. ત્યારબાદ પોલીસે પોક્સો  (ર્ઁંઝ્રર્જીં) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી