લીમધ્રાની યુવતીએ સાસરીયાનાં ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો - ફરીયાદ

લીમધ્રાની યુવતીએ સાસરીયાનાં ત્રાસથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો - ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૩
વિસાવદરના લીમધ્રા ગામે પિયર ધરાવતી અને તાલાળાના પાણીકોઠામાં સાસરૂ ધરાવતી યુવતીએ સાસરીયાઓના દુ:ખત્રાસથી પોતાના પિતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ વિસાવદર પોલીસ મથકે નોંધાયો છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસ મથકે મહેમુદભાઈ ગુલાબભાઈ મોરીએ અમીન નાથા આઘા, ગુલાબ જુમ્મા આઘા, રાજુબેન ગુલાબ આઘા, રસીદાબેન ગુલાબ આઘા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની દિકરી મરણ જનાર અફસાનાના લગ્ન થયા બાદથી પતિ અમીન આઘા અને અન્ય આરોપીઓના શારીરીક માનસીક દુ:ખત્રાસ આપી આપઘાતનું દુષ્પ્રેરણ કરી અફસાનાબેને પોતાના પિતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.