ગમે તેટલી ઉચ્ચ ડીગ્રી કે નોકરી હોય, મહિલાઓને ગૃહીણી જ ગણવામાં આવશે : કર્ણાટક હાઈકોર્ટ
(એજન્સી) બેંગ્લોર,તા.૨૧:
કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી દરમિયાન ‘ગૃહિણી‘ શબ્દની વ્યાખ્યા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જે મહિલા પોતાના પરિવારના સભ્યોની સેવા કરે છે અને તેમની સંભાળ રાખે છે, તેને ગૃહિણી માનવામાં આવશે, ભલે તેની પાસે કેટલીય ઊંચ્ચ શૈક્ષણિક ડિગ્રી હોય અથવા તે નોકરી કરતી હોય.
જસ્ટિસ ચિલ્લાકુર સુમલતાની બેન્ચે આ ટિપ્પણી કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC)ની બસ સાથે થયેલા અકસ્માતના વળતર સંબંધિત કેસમાં કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાને ગૃહિણી માનવા માટે તે અભણ હોવી કે માત્ર ઘરનું કામ કરતી હોવું જરૂરી નથી.
અકસ્મતમાં થયેલી ઈજાઓને કારણે પોતાની આવકના નુકસાનનો ઉલ્લેખ કરીને મહિલાએ વળતરની રકમ વધારવાની માંગ કરી હતી.
જોકે, બેંગલુરુ સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT)એ આવકની સંભાવનાના આધારે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. KSRTCએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે મહિલા નોકરી કરતી હતી તેનો કોઈ મજબૂત પુરાવો નથી.


