જૂનાગઢમાં ગાયત્રી શકિતપીઠ ખાતે ગુજરાતભરનાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કૌશલ્ય વિકાસ તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ગાયત્રી શકિતપીઠ ખાતે ગુજરાતભરનાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કૌશલ્ય વિકાસ તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.14
ગુજરાત શાખા, પ્રજ્ઞાચક્ષુ મહિલા મંડળ (ઉપાધ્યક્ષ કાજલબેન નકુમ) તેમજ ગાયત્રી શકિતપીઠ જુનાગઢ (મેને. ટ્રસ્ટી શ્રી નાગભાઇ વાળા)  સત્યમ્ સેવા યુવક મંડળ - જૂનાગઢ (મનસુખભાઇ વાજા), શકિત ચેરી. ટ્રસ્ટ (આશિષભાઇ રાવલ) ના સંયુકત ઉપક્મે જુનાગઢ ગાયત્રી શકિતપીઠ, ગિરનાર રોડ ઉપર ગુજરાતભરનાં પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે કૌશલ્ય વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. તેમજ આ શિબીર દરમ્યાન ર દિવસ રહેવા તેમજ ભોજનની તમામ વ્યવસ્થા ગાયત્રી શકિતપીઠ (મેને. ટ્રસ્ટી નાગભાઇ વાળા તથા ટ્રસ્ટ મંડળ) દ્વારા કરવામાં આવી હતી. ગાયત્રી શકિતપીઠ ઉપર 2 દિવસનો શિબીરનો કાર્યક્રમ પર્ણ થયા બાદ તમામ બહેનોને જૂનાગઢ એસ ટી. ડીવીઝન વિભાગ દ્વારા સોમનાથ તેમજ સાસણ (ગીર) પ્રવાસ માટે નિ:શુલ્ક એસ.ટી. બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જેમાં તમામ 50 થી વધુ બહેનો સોપ્રથમ સાસણ રોડ પર આવેલ ભાવેશ ફાર્મ હાઉસ (ભાલછેલ)માં પહોચ્યા હતા જયાં ફાર્મ હાઉસના માલીક ભાવેશભાઇ દ્વારા સવારથી બપોરે સુધી રીસોર્ટમાં તમામ સુવિધાઓ વિનામલ્યે આપવામાં આવી હતી. જેમાં બહેનોને ફાર્મ હાઉસમાં સ્વીમીંગ તેમજ રહેવાની વ્યવસ્થા વિનામલ્યે તેમજ બપોરે સુંદર ભોજનની વ્યવસ્થા નિ:શુલ્ક કરી આપવામાં આવી હતી. જયાં આ તમામ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ આ રીસોર્ટના માલિક ભાવેશભાઇનો હૃદયપુર્વક આભાર માની અને કાજલબેન નકુમ દ્વારા ભાવેશભાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. બપોર બાદ તમામ બહેનોને એસ. ટી. બસ દ્વારા સોમનાથ મંદિર તેમજ રામમંદિરના દર્શન કરાવી પરત જૂનાગઢ ગાયત્રી શકિતપીઠ સ્થળે પરત આવેલા હતાં. આ 3 દિવસીય શિબીરમાં ગુજરાતભરમાંથી ઉપસ્થિત તમામ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ જુનાગઢ ગાચત્રી શકિતપીઠ નાગભાઇ વાળા તેમજ તમામ ટ્રસ્ટી મંડળ, મનસુખભાઇ વાજા, સત્યમ સેવા ચુવક મંડળ, આશિષભાઈ રાવલ, શકિત ચેરી. ટ્રસ્ટ તેમજ એસ. ટી. વિભાગના તમામ અધિકારીઓ તેમજ ડ્રાઇવર અરજણભાઈ ડેર તેમજ કંડકટર ઉર્વશીબેન ભાદરકા કે જેઓએ સમગ્ર પ્રવાસ દરમ્યાન ખબ જ સુંદર વ્યવસ્થાઓ કરી આપી હતી તે તમામનો આભાર માન્યો હતો.