ટ્રમ્પે સ્વીકાર્યું : ઈરાન યુધ્ધને કારણે હાર્યા
(એજન્સી) વોશિંગ્ટન તા.૦૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધને કારણે મિડટર્મ ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને મોટું નુકસાન થયું. જોકે, ટ્રમ્પે તેનો બચાવ કરતાં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો. CNBC મુજબ ટ્રમ્પે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ઈરાન યુદ્ધને કારણે થોડા સમય માટે પેટ્રોલના ભાવ વધી ગયા હતા. પરંતુ જો મને ફરીથી ર્નિણય લેવાની તક મળે, તો હું ફરીથી આવું જ કરીશ. હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ ૨૪૨ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ ૧૫૧ બેઠકો જીતી છે. ૪૨ બેઠકો પર મતગણતરી ચાલુ છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ચૂકી છે.


