અમેરીકામાં ભારતીય મુળના રક્ષા વિશેષજ્ઞ એસ્લે ટેલીસની ધરપકડ : ચીન માટે જાસુસી કરવાનો આરોપ

અમેરીકામાં ભારતીય મુળના રક્ષા વિશેષજ્ઞ એસ્લે ટેલીસની ધરપકડ : ચીન માટે જાસુસી કરવાનો આરોપ

(એજન્સી)      વોશિંગ્ટન, તા.૧૫
ભારતીય મુળના અમેરિકી રક્ષા વિશેષજ્ઞ એસ્લે જે. ટેલિસની ગોપનીય દસ્તાવેજો રાખવા અને ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરવાની શંકાએ ધરપકડ કરવામાં આવી છે. એસ્લે સામે ચીન માટે જાસુસી કરવાનો ચોંકાવનારો આરોપ લગાવાયો છે. ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક અને દક્ષિણ એશિયા નીતિ અંગે લાંબા સમય સુધી સલાહકાર રહેલા એસ્લે ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જો તેઓ દોષિત સાબિત થશે, તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલ અને ૨.૫ લાખ (અંદાજે રૂા.૨ કરોડથી વધુ) ડોલર સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, ૬૪ વર્ષીય ટેલિસના વજિર્નિયા સ્થિત ઘરેથી હજારો પાનાના ‘ટોપ સિક્રેટ‘ અને ‘સિક્રેટ‘ શ્રેણીના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.