તાલાળામાં ધોળા દિવસે સિંહે મારી લટાર : સીસી ટીવીમાં દ્રશ્યો કેદ
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૧
તાલાળા પંથકમાં અવાર નવાર વનરાજાેની લટારનાં દ્રશ્યો સામે આવ્યા છે. દરમ્યાન ગઈકાલે બપોરનાં સાવજે લટાર મારી હોવાનાં દ્રશ્યો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે. મધુવન રીસોર્ટનાં સીસી ટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતાં. શિકારની શોધમાં નદી કાંઠે આંટાફેરા સિંહે માર્યા હોવાનું સામે આવ્યું છે.


