જૂનાગઢમાં તક્ષશિલા ચા ગણેશ, અન્નકુટ દર્શન સાથે દુંદાળા દેવની માટીની મૂર્તિનું વિસર્જન
જુનાગઢ તા.૨૧
જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીકની નેહરુ પાર્ક સોસાયટીમાં આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટ ખાતે વાજતે ગાજતે ગણપતિદાદાનું ભાવપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. સાત દિવસના ગણેશ મહોત્સવ પ્રસંગે સવારે અને સાંજે મહા આરતીમાં ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠયો હતો. ઉત્સવના સમાપનની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે બપોરે અન્નકૂટ દર્શન સાથે દુંદાળા દેવની માટીની મૂતિર્નું સોસાયટીના આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું અને અગલે બરસ જલ્દી સે આનાની પ્રાર્થના કરવામાં આવી હતી. સાત દિવસના ગણેશ મહોત્સવની સફળતા માટે તક્ષશિલા કો. ઓપ. હાઉસિંગ સોસાયટીના ઘનશ્યામભાઈ પરેજીયા, સેક્રેટરી ચિરાયુ પટેલ, સાગર પાચાણી, રાજુભાઈ વૈષ્નાણી, હિતેષભાઇ (મુન્નાભાઈ) કોટડીયા, કુંજ વૈષ્નાણી, અમિત લાડાણી, અર્જુન રાવલ વગેરેએ સેવા આપી હતી.


