દેશભરમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂા.52 હજાર કરોડની સાયબર છેતરપીંડી થઈ

દેશભરમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂા.52 હજાર કરોડની સાયબર છેતરપીંડી થઈ

નવી દિલ્હી તા.20:
દેશભરમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યો છે. એક નવા અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં સાયબર છેતરપિડીને કારણે ભારતને 52,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ ઓનલાઈન નાણાકીય છેતરપિડીને રોકવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશના ભાગ રૂપે, લાખો શંકાસ્પદ નકલી મોબાઇલ નંબરો કાયમી ધોરણે બ્લોક કરવામાં આવ્યા છે અને છેતરપિંડી સાથે જોડાયેલા લાખો બેંક ખાતાઓમાંથી વ્યવહારો બ્લોક કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં WhatsApp એકાઉન્ટ્સ પણ કાઢી નાખવામાં આવ્યા છે.