નેપાળમાં વચગાળાની સરકાર રચવા કવાયત : સુશિલા કાર્કી વડાપ્રધાન બનશે
(એજન્સી) કાઠમંડુ તા.૧૧
નેપાળના કાઠમંડુમાં થયેલી હિંસા બાદ આજે પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે. તેમ છતાં, સેનાએ સાવચેતીના પગલા તરીકે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કફ્ર્યુ ચાલુ રાખ્યો છે.
આ દરમિયાન, દેશમાં વચગાળાની સરકાર બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. આ અંગે ય્ીહ-ઢ અને અધિકારીઓ વચ્ચે બીજા તબક્કાની વાતચીત સવારે ૧૦:૩૦ વાગ્યે આર્મી હેડક્વાર્ટર ખાતે શરૂ થઈ.
બુધવારે સાંજે, વાટાઘાટોના પહેલા રાઉન્ડમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. સેનાએ તમામ પક્ષો અને નેતાઓને પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. નેપાળમાં હિંસામાં અત્યાર સુધીમાં ૩૧ લોકોના મોત થયા છે. એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી આવતીકાલે નેપાળના
વચગાળાના વડાપ્રધાન બનશે. તેમના નામ પર સર્વસંમતિ બની છે. કાઠમંડુના મેયર બાલેન શાહે તેમને ટેકો આપ્યો છે.
બીજી તરફ નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ નામ લીધા વિના બળવા માટે ભારતને દોષી ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે રામનો જન્મ નેપાળમાં થયો હતો અને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા આપણા છે. જો હું આ નિવેદનોથી પાછળ હટી ગયો હોત તો મને વધુ તકો મળી હોત.
તે જ સમયે, સોશિયલ મીડિયા પ્રતિબંધ અને
ભ્રષ્ટાચાર સામે ત્રણ દિવસથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ૩૦ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦૦ ઘાયલ થયા હતા. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે સેનાએ દેશનો કબજો સંભાળ્યો હતો, ત્યારબાદ હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો છે.


