પાંચ દિવસમાં બીજાે ડામ : પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવ વધારો

પાંચ દિવસમાં બીજાે ડામ : પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવ વધારો

(એજન્સી)    નવી દિલ્હી,તા.19:
ઇરાન યુધ્ધની અસર ભારતમાં પણ પડવા લાગી જ છે. જ્યારે પેટ્રોલ-ડીઝલમાં પાંચ દિવસમાં બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પેટ્રોલમાં 86 પૈસા તથા ડિઝલમાં 93 પૈસાનો વધારો કરાયો છે. વિશ્વસ્તરે ક્રૂડતેલના વધતા ભાવો વચ્ચે ભારતમાં પેટ્રોલીય કંપનીઓએ પાંચ દિવસ પૂર્વે ગત સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કરાયો હતો. આ વધારા પછી પણ તેલ કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલમાં રૂા.17 તથા ડિઝલમાં રૂા.39ની ખોટ થતી હોવાનો દાવો કરાયો હતો. દૈનિક ખોટ 750 કરોડની ગણાવવામાં આવી રહી હતી. પાંચ દિવસમાં બીજી વખતના ભાવવધારાને પગલે પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 98.64 તથા ડિઝલનો 91.58 થયો છે. રાજકોટમાં પેટ્રોલ 85 પૈસા વધીને 98.13 તથા ડિઝલ 93 પૈસાના ભાવવધારાથી 93.99 થયું છે.