પેપર લીકના કાળા કારોબાર પાછળ કરોડો રૂપિયાની ઈકોનોમી : પ્રિન્ટીંગ પ્રેસથી ટ્રેઝરી સુધી ફેલાયેલું નેટવર્ક
(એજન્સી) નવી દિલ્હી, તા.13
દેશમાં પેપર લીક થવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. આ સામાન્ય ઘટના પાછળ અસામાન્ય લાગે એવો ધંધો ચાલી રહ્યો છે. કાળા કારોબારમાં માસ્ટર માઈન્ડથી લઈને લોકલ માફિયા સુધીના લોકો મોટી રકમથી ખિસ્સા ભરે છે.લીક પેપર પાછળ પણ એક પોલિસી અને નેટવર્ક કામ કરતું હોય છે. આનું આર્થિક આંતરમાળખું પણ સમજવા જેવું હોય છે. પેપલ લીક થયા બાદ હવે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે એ ચર્ચા કરતા પેપર લીકમાં કેટલામાં સોદો થયો અને કોને કેટલી રકમ મળી હશે એની ચર્ચાએ જોર પકડ્યું છે. આને લીક ઈકોનોમી પણ કહી શકાય છે.
એક બાજુ તપાસ એજન્સી પેપર લીક સંબંધીત દરેક વિગત ભેગી કરશે, તે સાથે એક ફિઝિકલ ટ્રેલને પણ ટ્રેક કરશે. આ ગેરકાયદેસર ફાયનાન્સિયલ સ્ટ્રક્ચર પણ ચોંકાવનારૂ છે. આ સમગ્ર નેટવર્કમાં ઉપર બઠેલા માસ્ટર માઈન્ડથી લઈને ગ્રાઉડ લેવલ પર કામ કરતા માફિયા સુધીના તમામ જે ચેનલમાં છે એને પૈસા મળે છે. દરેક સ્તરે આ એક મોટી રકમ કમાતા હોય છે.
મેડિકલ શાખામાં પ્રવેશ માટેની પરીક્ષાનું પેપર લીક થવું એ કોઈ સામાન્ય ઘટના નથી, એક ગેરકાયદેસરનો કારોબાર બની રહ્યો છે. જે જાહેર રજાના દિવસે પણ કરોડોની કમાણી કરાવી જાય છે. આ રકમ 100 કરોડથી પણ વધારે હોય છે. આ નેટવર્કમાં સૌથી ઉપર એ હોય છે જેની લિક ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ પ્રિન્ટિંગ પ્રેસ, પરિવહન વ્યવસ્થા અથવા પરીક્ષા સામગ્રી રાખનારા ટ્રેઝરી સિસ્ટમ સુધી હોય છે.


