ભારતીય એસ્સાર ગ્રુપ અમેરિકામાં ૧.૫ લાખ કરોડના ખર્ચે સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે

ભારતીય એસ્સાર ગ્રુપ અમેરિકામાં ૧.૫ લાખ કરોડના ખર્ચે સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે

ન્યુયોર્ક તા.૨૯
ભારતીય એસ્સાર ગ્રુપ અમેરિકામાં ૧૮ બિલિયન ડૉલર એટલે કે લગભગ ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણનો સૌથી મોટો હિસ્સો અમેરિકાના આયોવા રાજ્યમાં ૧૫ બિલિયન ડૉલરના ખર્ચે બનનારા સ્ટીલ પ્લાન્ટ પર કરવામાં આવશે. આ અમેરિકાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હશે. આ પ્લાન્ટ અમેરિકાના આયોવા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં ૧૫ બિલિયન ડૉલર એટલે કે આશરે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે.
વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક રવિ રુઇયા અને તેમના પુત્ર રેવંત રુઇયાની હાજરીમાં આ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી.
આ સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ એસ્સાર ગ્રુપની અમેરિકન કંપની મેસાબી મેટાલિક્સ કરશે. વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર, પ્લાન્ટમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં સ્ટીલનું ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.