‘‘ભારતીયો ગાયનું મુત્ર પીએ છે’’ : ગૌ પુજાની ધામિર્ક માન્યતા ઉપર અત્યંત હિન્ન કક્ષાની ટીપ્પણીઓ કરી

અમેરીકા સ્થિત ઇઝરાયેલી ધર્મગુરૂએ હિન્દુ આસ્થાની મજાક ઉડાવતા ભારે રોષ

‘‘ભારતીયો ગાયનું મુત્ર પીએ છે’’ : ગૌ પુજાની ધામિર્ક માન્યતા ઉપર અત્યંત હિન્ન કક્ષાની ટીપ્પણીઓ કરી

નવી દિલ્હી,તા.૩૧:
હિન્દુ ધર્મની પવિત્ર માન્યતાઓ, ભારતીય પરંપરાઓ અને ગાયની પૂજા અંગે અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. અમેરિકામાં વસવાટ કરતા ઓર્થોડોક્સ યહૂદી ધર્મપ્રચારક દ્વારા જારી કરવામાં આવેલા આ વાંધાજનક નિવેદન સામે ભારત સહિત સમગ્ર વિશ્વના નાગરિકોએ તિવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ગાયને પૂજવાની સનાતન પરંપરાની મજાક ઉડાવવાની સાથે ભારતીય તબીબો અને સંસ્કૃતિ વિરુદ્ધ કરવામાં આવેલી જાતિવાદી ટીકાઓએ મોટો વિવાદ ઊભો કર્યો છે. આ મામલે હવે ઇઝરાયલના પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્વાનોએ પણ પોતાના જ ધર્મગુરુની માનસિકતા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વાયરલ વીડિયોમાં કટ્ટરપંથી ધર્મગુરુ એક ભારતીય વ્યકિતનો ઉલ્લેખ કરતા નજરે પડે છે. તેમણે દાવો કર્યો હતો કે આ વ્યકિત અગાઉ તેમના સોશિયલ મીડિયા પેજ માટે કામ કરતો હતો અને તે યહૂદી ધર્મ અંગીકાર કરવા ઇચ્છતો હતો. આ સંદર્ભને જાેડીને તેમણે તે યુવકના પરિવાર અને ભારતમાં સદીઓથી ચાલતી ગૌપૂજાની ધાર્મિક માન્યતાઓ પર અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો સામે આવતાં જ નેટિઝન્સે તેને ખુલ્લો જાતિવાદ ગણાવીને ઝાટકણી કાઢી છે. તેમણે પોતાના સંબોધનમાં પાયાવિહોણા અને વિકૃત દાવા કર્યા હતા કે લોકો ઘરમાં ગાય લાવીને અસ્વચ્છતા ફેલાવે છે અને ફાર્મસીમાંથી વસ્તુઓ ખરીદે છે. આટલેથી ન અટકતાં તેમણે દેશના પ્રતિષ્ઠિત આરોગ્ય ક્ષેત્રને પણ નિશાન બનાવ્યું હતું.  નવી દિલ્હીની હોસ્પીટલોના ડોક્ટરો અંગે તેમણે અભદ્ર ભાષા વાપરી હતી. માર્ગો પર ગાયોના બેસવાથી થતી ટ્રાફિક વ્યવસ્થાની મજાક ઉડાવતાં તેમણે છેલ્લે એવો કટાક્ષ કર્યો હતો કે તેઓ ઇશ્વરનો આભાર માને છે કે તેમને ભારતીયો જેવા બનાવ્યા નથી. આ અપમાનજનક નિવેદનો સામે ઇઝરાયલના જાણીતા સંશોધક અને લેખક યેશાયા રોસેનમેને જાેરદાર પ્રતિક્રિયા આપી છે. લાંબા સમય સુધી ભારતમાં રહીને અભ્યાસ કરી ચૂકેલા રોસેનમેને સ્પષ્ટ કહ્યું કે આવા નિવેદનોથી ઇઝરાયલની વૈશ્વિક પ્રતિષ્ઠાને ન પૂરી શકાય તેવું મોટું નુકસાન પહોંચી રહ્યું છે.