માંગરોળ - કેશોદના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લાબુરકુવા રોડનું ડામર કામ શરૂ કરાયું

માંગરોળ - કેશોદના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લાબુરકુવા રોડનું ડામર કામ શરૂ કરાયું

માંગરોળ, તા.રપ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ લાબુરકુવા રોડનું આજે ડામર કામ શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી જાેવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વાંધા વચકાઓને લિધે રસ્તાનું કામ ટલ્લે ચડયું હતું. પરંતુ બંને ધારાસભ્યો, સરપંચો અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી આખરે ખેડૂતો પણ સર્વ સંમત થયા હતા. માંગરોળ મેણેજના જાેડતો આ રસ્તો બનતા માંગરોળ અને કેશોદ તાલુકાના અનેક ગામડાઓને અને રાહદારીઓને લાભ થાશે. 
ગુરૂવારની વહેલી સવારે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે નાળિયેરી વધાવી ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે માંગરોળ ઘાંચી સમાજના પ્રમુખ હાજી મુહમ્મદ હાજીઅબ્બા, જીલ્લા પંચાયતના કો-ઓપ્ટ સભ્ય ફારૂકભાઈ હકીમ, હસનભાઈ કોતલ, મેણેજના સરપંચ દિલિપસિંહ, માનખેત્રાના સરપંચ પૂંજાભાઈ, વનરાજભાઈ ખેર, ભગવાન મોરી, હાજી ઈસ્માઈલ દિનમુહંમદ, હારૂનભાઈ બુમડીયા, સહીતના સ્થાનિક આગેવાનો અને ઈન્જીનિયર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.