માંગરોળ તાલુકામાં ‘હર ઘર તિરંગા‘ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
રાષ્ટ્રભાવના પુન:જીવિત કરવાના હેતુથી માંગરોળ તાલુકામાં ધારાસભ્ય, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં સફળતાપૂર્વક વિશાળ ‘તિરંગા યાત્રા‘નું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૧પ
માંગરોળ વહીવટી તંત્રના ઉપસ્થિમા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, માંગરોળ મામલદાર વી.ડી. મોરી મેડમ,નગર પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા,શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા,તાલુકા પ્રમુખ અરજણભાઈ આંત્રોલીયા, ખારવા સમાજ પ્રમુખ ધનસુખભાઈ ગોસિયા, નગર પાલિકા ઉપપ્રમુખ હજી મહંમદ કારડી,વેલજીભાઈ મસાણી, ચોરવાડ શહેર પ્રમુખ મંથનભાઈ ડાભી,પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ સહિત વિવિધ પદાધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
આ યાત્રામાં બોહળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો, એનસીસી (NCC) કેડેટ્સ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉત્સાહભેર જાેડાયા હતા, જેના મારફત એક ખૂબ જ વિશાળ તિરંગા યાત્રાનું સફળ આયોજન શક્ય બન્યું હતું. ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત સરકારશ્રીના અભિગમને આગળ ધપાવતા, દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભાવના સાથે તિરંગાને માન આપે તથા દેશપ્રેમની ભાવના પુન:જીવિત થાય તે મુખ્ય હેતુ રહ્યો હતો.
આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો અને નગરજનો ઉત્સાહભેર જાેડાયા હતા. આ તિરંગા યાત્રાની અધ્યક્ષતામાં માંગરોળ મામલતદાર માંગરોળ ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે જાેડાયા હતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું. આ રાષ્ટ્રભક્તિપૂર્ણ અભિયાનને માંગરોળ તાલુકામાં ખુબ જ ઉત્સાહ, સરાહનીય પ્રતિસાદ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.


