રૂા.ર૦૦૦થી વધુના UPI વ્યવહારો પર હવે ચાર્જ વસુલાશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૫ :
દેશમાં પેમેન્ટ સીસ્ટમમાં અત્યંત લોકપ્રિય બનેલા યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર ચાર્જની લટકતી તલવાર હવે વિંઝાઈ છે. હાલમાં જ સંસદના ચોમાસુ સત્રમાં આ પેમેન્ટને ચાર્જેબલ કરવા માટેનો સુધારા ખરડો મંજુર થયા બાદ કેન્દ્ર સરકારે હવે બેન્કો તથા નાણાકીય કંપનીઓને રૂા.૨૦૦૦થી વધુના યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ લેવાની છુટ આપી છે. તા.૧૪ના રોજ બહાર પાડવામાં આવેલા સકર્યુલરમાં સરકારે ચાલાકીપુર્વક રૂા.૨૦૦૦ સુધીના યુપીઆઈ કે રૂપે ડેબીટ કાર્ડના વ્યવહાર પર કોઈ ચાર્જ લેવાશે નહી તેવું જણાવવામાં આવ્યું છે. આમ રૂા.૨૦૦૦થી વધુના વ્યવહારો ચાર્જેબલ છે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે.
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એકટ ૨૦૦૭ મુજબ આ આદેશ અપાયો છે અને તેથી હવે આગામી દિવસોમાં રૂા.૨૦૦૦થી વધુના યુપીઆઈ કે રૂપે કાર્ડના વ્યવહારો ચાર્જેબલ થઈ જશે અને તેના પર બેન્કો કે યુપીઆઈ સેવા આપતી કંપની આપોઆપ ચાર્જ લેશે.


