રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ : એ.બી.વી.પી. દ્વારા આયોજન

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ : એ.બી.વી.પી. દ્વારા આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૯
ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે "સ્વામી વિવેકાનંદ યુવા કપ ૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે આવેલ વછરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ખંભાળિયા તાલુકાની કોલેજોમાંથી અનેક કોલેજીયન વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ દ્વારકેશ ૧૧ ટીમ વિજેતા બની હતી. આ કાર્યકમમાં જિલ્લા સંગઠન મંત્રી જયદેવસિંહ જેઠવા, જિલ્લા સંયોજક પ્રશાંતભાઈ નકુમ તથા નગર મંત્રી હરપાલભાઈ રાઠોડ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.