વેરાવળ ખાતે ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ સંપન્ન

વેરાવળ ખાતે ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ, તા.પ
વેરાવળ તા.૩/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યે, સુભાષ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે, ખાતે "કર્તવ્ય એક વિચારધારા - વેરાવળ" સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ સંપન્ન થયું. નગરપાલિકાના ‘રાત્રી સફાઈ‘ અભિયાનના કર્મચારીઓ અને પોલીસ તંત્રની અવિરત સેવાઓને બિરદાવવા તેમજ તેમનું સન્માન કરવા યોજાયેલા આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ ચોલેરા (જાેઈન્ટ સેક્રેટરી - સૌરાષ્ટ્ર પેસેંજર એસોસિએશન / રેલ્વે કન્સલ્ટન્ટ કમિટી સભ્ય) રહ્યા હતા. આ કાર્યક્રમમાં વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, ચીફ ઓફિસર સાહેબ, રીતેશભાઈ ફોફંડી, જે.એન. ગઢવી સાહેબ, કેવિન કાનાબાર (કારોબારી સભ્ય વેરાવળ-સોમનાથ શહેર યુવા મોરચા, ભાજપ), જતીન બાપુ (હિન્દુ યુવા સંગઠન પ્રમુખ), ગિરીશભાઈ, એડવોકેટ ચાંદનીબેન, ગજેન્દ્ર બાપુ, લાલચંદ પરશુરામ પ્રભુદાસભાઈ સહેતા સહિત પોલીસ સ્ટાફ અને અનેક રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.