શ્યામ મહિલા મંડળ દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષોના રોપાઓનું વિતરણ
જૂનાગઢ, તા.૩૧
શ્યામ મહિલા મંડળની માસિક મિટિંગ આ મહિને ઈગલ ગણપતિ મંદિર ખાતે પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવેલ, જેમાં મિટિંગ ની સાથે પયૉવરણની જાળવણી માટે અમારૂ ગુજરાત હરિયાળુ ગુજરાતના હેતુ માટે ડુંગરપુર વન ખાતાની નસૅરી માથી ૩૫૦ વિવિધ પ્રકારની વનસ્પતિના રોપાઓ મેળવી મહિલા મંડળની બહેનો તેમજ જુનાગઢ શહેર માથી આવતા દશૅનારથીઓ ને વિતરણ કરવામાં આવેલ, આ કાયૅક્રમમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી અને સોમનાથ જિલ્લાના પ્રભારીશ્રી ભાવનાબેન જીતુભાઈ હિરપરાએ ખાસ હાજરી આપેલ જેમનું શ્રીમતિ મીનાબેન પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, તેમજ ઇગલ એસ્ટેટના શ્રી પ્રકાશભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહી વ્યવસ્થામાં ખૂબ જ સહકાર આપેલ, આર.એફ.ઓ. શ્રી વિનોદભાઈ ભેડા સાહેબે ખાસ હાજરી અને સહકાર આપેલ શ્રી ભાવનાબેન હિરપરા તેમજ મંડળની સર્વે બહેનોએ ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવેલ તેમજ મહિલા મંડળના બહેનો ઉપપ્રમુખ શ્રીમતિ મીનાબેન ચૌહાણ, મંત્રી શ્રીમતિ અરૂણાબેન ભાલીયા, છાયાબેન ચોટલીયા, દક્ષાબેન પરમાર, પારૂલબેન જેઠવા, સરલાબેન જાદવ, ચાંદનીબેન ચાવડા, કરુણાબેન મારુ,હંસાબેન ચોટલીયા, કંચનબેન રાઠોડ, રમાબેન પરમાર, નયનાબેન ટાંક, હીનાબેન ચૌહાણ , નીતાબેન ચૌહાણ, નયનાબેન ચોટલીયા,વગેરે બહેનો ઉપસ્થિત રહેલ.કાર્યક્રમના અંતે ભરતભાઈ ભાલીયા દ્વારા આગામી કાર્યક્રમો અંગેની માહિતી આપી સજેશન મેળવવામાં આવેલ કન્વિનર કિશોરભાઈ ચોટલીયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. મીનાબેન ચૌહાણ દ્વારા પોતાના આંગણે કાર્યક્રમનું આયોજન કરવા બદલ અને હાજર રહેવા બદલ બધાનો ખુબ ખુબ આભાર માનેલ હતો.


