શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરાયો 

શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરાયો 

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧૮
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૧૮-૦૯-૨૦૨૬ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા રંગબેરંગી વિવિધ પ્રકારના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં સિંહાસનને રંગબેરંગી ફૂલોથી હરિયાળી દ્વારા આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. સવારે ૫:૪૫ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ દર્શનનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.