સરસઈ ખાતે સંત શિરોમણી રવિદાસજીના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશને કેન્દ્રમાં રાખી વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૪
સંત રવિદાસ આશ્રમ, સરસઈ(તા.વિસાવદર, જી. જૂનાગઢ) ખાતે સંત શિરોમણી રવિદાસજીના જીવન, વિચારો અને સામાજિક સમરસતાના સંદેશને કેન્દ્રમાં રાખી વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંત દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વક્તા પ્રો. નાથાભાઈ ગોહિલ દ્વારા સંત શિરોમણી રવિદાસજીના જીવનમૂલ્યો, સામાજિક સમરસતા તથા તેમના પ્રેરણાદાયી વિચારો પર સુંદર અને પ્રેરણાત્મક પ્રકાશ પાડવામાં આવ્યો. આ પ્રસંગે સંતાત્મા મુક્તાનંદબાપુએ રાષ્ટ્ર, સંત પરંપરા, સંત શિરોમણી રવિદાસજી તેમજ શિક્ષણ અને શિક્ષકના મહત્વ અંગે આધ્યાત્મિક સંદેશ અને પ્રેરણાદાયી સુવિચારો વ્યક્ત કર્યા. આ ભવ્ય કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના આશરે ૪૦૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી અને તેને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંત તરફથી મહામંત્રી પરેશભાઈ પટેલ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ, સહ સંગઠન મંત્રી અનિરૂદ્ધસિંહ સોલંકી, પ્રાથમિક સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, પ્રાથમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાભલુભાઈ વરૂ, ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ભોળા તથા સૌરાષ્ટ્ર સંભાગ-૨ના સંગઠન મંત્રીશ્રી સુરેશભાઈ ખુમાણ સહિતના પ્રાંત તથા સંભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા સદસ્ય, જૂનાગઢ નાયબ ડ્ઢઁઈર્ં તથા સૌરાષ્ટ્ર સંભાગ-૨ હેઠળના તમામ જિલ્લાઓના અધ્યક્ષઓ, મહામંત્રીઓ અને જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તા મિત્રો દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સંત રવિદાસ આશ્રમના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પણ કાર્યક્રમ માટે સુંદર સહયોગ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સંતો, મહાનુભાવો, હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો તથા શિક્ષક ભાઈ-બહેનોનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આવો જ સંગઠિત પ્રયાસ શિક્ષણ, શિક્ષક અને સમાજહિત સાથે રાષ્ટ્રહિતની દિશામાં સતત પ્રેરણાનું કાર્ય કરતો રહે તેવી શુભકામનાઓ.


