હિમાચલમાં બસ પલટી : ૮ મુસાફરોનાં મોત, અનેક ઘાયલ
(એજન્સી) શિમલા, તા. ૮
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે એક મોટો બસ અકસ્માત સર્જાયો હતો. તીસા-બૈરાગઢ માર્ગ પર ચાલૂજ વળાંક પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં આઠ લોકોનાં જીવ ગયા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. બૈરાગઢથી ચંબા તરફ જઈ રહેલી આ ખાનગી બસમાં આશરે ૨૦ થી ૨૫ મુસાફરો સવાર હતાં.


