અમેરીકાના ખૂંખાર ગુનેહગારોની યાદીમાં ૮૯ ભારતીયોનો સમાવેશ
(એજન્સી) વોશિંગ્ટન તા.૭:
અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રેશન અને ગુનાઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા ૮૯ ભારતીય નાગરિકોના નામ ખૂંખાર ગુનેગારોની યાદીમાં ઉમેર્યા છે. આ યાદી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડ્ઢૐજી)દ્વારા એક નવી જાહેર વેબસાઇટ પર મુકવામાં આવી છે. જેમાં ગંભીર ગુનાઓમાં દોષિત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં રહેલા ૮૯ ભારતીય નાગરિકો પર જાતીય હુમલો, બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી, ચોરી, હિટ-એન્ડ-રન, દાણચોરી, છેતરપિડી, લૂંટ, હુમલો, અપહરણ, મની લોન્ડરિગ, ઘરેલુ હિસા અને એક હત્યા સહિતના ગંભીર આરોપો છે. આ બધા નામ એવા લોકોના છે જેમની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે અને દોષિત ઠેરવવામાં આવ્યા છે.


