ઉનામાં તિરંગા યાત્રા યોજાઈ
(પ્રતિનિધી દ્વારા)
ઉના તા.૧૪
ઉના શહેરમા રાષ્ટ્રીય પર્વ ભારત દેશના સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્ર ધ્વજના સન્માન અને દેશ ભક્તિની ભાવના ઉજાગર કરવા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રા સવારે શહેરમા આવેલા ત્રિકોણ બાગ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઊના શહેર અને તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાની હેઠળ જિલ્લા, તાલુકા, નગર પાલિકા હોદેદારો સંગઠનના કાર્યકરો શાળાના વિધાર્થીઓ, પોલીસ અને નગર જનો મોટી સંખ્યામાં તિરંગો હાથમાં લઈ રેલી સ્વરૂપમાં શરૂઆત કરી હતી અને ભારત માતાકી જય વંદે માતરમ જય ઘોષ સાથે પ્રારંભ કર્યો હતો આ રેલી ટાવર ચોક, પોસ્ટ ઓફિસ ચોક, મેઈન બઝાર, લુહાર ચોક, આનંદ બજાર, થઈ ત્રિકોણ બાગએ પૂર્ણ થઈ હતી.


