ગુરૂજી ટીચર એક્સિલન્સી એવોર્ડ–૨૦૨૬થી ડો.હેમલભાઈ ઠાકોર સન્માનિત

ગુરૂજી ટીચર એક્સિલન્સી એવોર્ડ–૨૦૨૬થી ડો.હેમલભાઈ ઠાકોર સન્માનિત

જૂનાગઢ, તા.૧૮ 
સ્વ. ટી. એલ. વાળા કન્યા વિદ્યાલય, જુનાગઢના મદદનીશ શિક્ષક ડૉ. ઠાકોર હેમલભાઈ રાજેન્દ્રસિંહને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન અને સેવાઓ બદલ ભારતીય માનવસેવા સંસ્થા, દિલ્હી સંલગ્ન ગુજરાત સ્વયંસિદ્ધા શાખા દ્વારા ‘ગુરૂજી ટીચર એક્સિલન્સી એવોર્ડ–૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા છે.ર તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વંદે માતરમ મેમોરિયલ ટ્રસ્ટ, ભુજાેડી–કચ્છ ખાતે યોજાયેલા સમારોહમાં તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડૉ. હેમલભાઈ છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે અને M.A. (Economics), B.Ed. તથા Ph.D. (Economics) જેવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેમણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં સંશોધનપત્રો રજૂ કર્યા છે તેમજ સ્ટેટ રિસોર્સ ગ્રુપમાં અર્થશાસ્ત્ર વિષય નિષ્ણાત તરીકે યોગદાન આપ્યું છે. શિક્ષણમાં નવીન અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની તેમની કામગીરીને ધ્યાનમાં લઈ આ સન્માન આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ બદલ વિદ્યાલય પરિવાર, ટ્રસ્ટના હોદ્દેદારો, સહકર્મીઓએ ડૉ. હેમલભાઈ ઠાકોરને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.