૦.૦૪ ટકાના MDRમાં કોને શું મળશે ? ફોર્મુલા જાહેર થઈ
(એજન્સી) મુંબઇ તા.૧૭:
ઇશ્યુઅર બેન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ એક્વાયરર્સને ૩૦ ટકા, UPI એપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સવિર્સ પ્રોવાઇડર્સને ૧૦ ટકા મળશે: ટેલિકોમ, રેલવે, ફયુઅલ, વીમા જેવી સવિર્સ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લેવાશે; મૂડીબજારના વ્યવહારો પર ૦.૦૨ ટકા લાગશે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાથી કોને કેટલો હિસ્સો મળશે એની ફોમ્ર્યુલા આવી ગઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ફીની વહેંચણી કેવી રીતે થશે એની વિગતો આપી છે. આ આવકમાંથી ઇશ્યુઅર બેન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ એક્વાયરર્સને ૩૦ ટકા,UPI એપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સવિર્સ પ્રોવાઇડર્સને ૧૦ ટકા રકમ મળશે. આ ફોમ્ર્યુલા મુજબUPI પેમેન્ટ્સ સ્વીકારવાનો ખર્ચ ગ્રાહકોને બદલે વેપારીઓએ ભોગવવાનો રહેશે. ઉદાહરણ તરીકે ૧૦,૦૦૦ રૂપિયાના UPI વ્યવહાર પર ૦.૪ ટકા MDRની રકમ ૪૦ રૂપિયા થશે. આમાં કાર્ડ કે એપ જારી કરનાર બેન્કને ૧૬ રૂપિયા અને પેમેન્ટ સ્વીકારનાર (એક્વાયરિંગ) બેન્કને ૧૨ રૂપિયા મળશે. UPI એપ્સને ૮ રૂપિયા અને બાકીના ૪ રૂપિયા UPI એપની ભાગીદાર બેન્કને મળશે.


