જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ના કચેરી અધિક્ષક બી.એલ. જાદવ સેવા નિવૃત થયા
સંયુક્ત માહિતી નિયામક એમ.ડી. મોડાસિયા, નાયબ માહિતી નિયામક એન.એમ.મહેતા તેમજ સ્ટાફગણ દ્વારા જાદવને નિવૃત્તિની શુભકામના પાઠવવામાં આવી
જૂનાગઢ તા.૩૦
પ્રાદેશિક માહિતી કચેરી, જૂનાગઢ ખાતે ફરજ બજાવતા કચેરી અધિક્ષક બી.એલ.જાદવ લાંબી સેવા બાદ આજે વય નિવૃત્ત થતા તેમને પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ નિવૃત્તિની શુભકામના પાઠવી વિદાય આપી હતી. પ્રાદેશિક માહિતી કચેરીના અધિક્ષક બી.એલ .જાદવ સરકારી સેવાકાળ દરમિયાન કુલ ૩૭ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક કામગીરી નિભાવેલી છે.
બી.એલ.જાદવ છેલ્લા ૩ વર્ષથી પ્રાદેશિક માહિતી કચેરી, જૂનાગઢ ખાતે કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની કાર્યશૈલી, શિસ્તબદ્ધતા અને સમર્પણભાવને કારણે કચેરીમાં તેમજ સહકર્મચારીઓમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જાદવે તાજેતરમાં ભવનાથના શિવરાત્રીના મેળામાં ના.મા.નીના માર્ગદર્શનમાં મિડિયા વાહન વ્યવસ્થાનું સુંદર સંકલન કર્યું હતું.
સેવા નિવૃત્તિના આ પ્રસંગે કચેરીના બી.એલ.જાદવને સંયુક્ત માહિતી નિયામક એમ.ડી.મોડાસિયા અને નાયબ માહિતી નિયામક એન.એમ.મહેતાએ બી.એલ.જાદવને શ્રીફળ અને સાકરનો પડો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા અને તેમની આવનારી જીવનયાત્રા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક એમ. ડી.મોડાસિયા તથા નાયબ માહિતી નિયામક એન.એમ.મહેતા, સહાયક અધિક્ષક બી.એચ.વિંઝુડા, જુનિયર ક્લાર્ક તુષારદાન ગઢવી અને રાજેશભાઈ ત્રિવેદી, રૂકશાનાબેન કુરેશી, સી.એ.પટેલ, એચ.એસ.અમરેલીયા, આર.એલ.હેરભા, ભાવીર સોલંકી, એજાજ અબડા, તેમજ નિવૃત સહાયક અધિક્ષક એ.એન.શેખે બી.એલ.જાદવની સેવા, નિષ્ઠા અને કાર્યપ્રત્યેના ભાવને શબ્દોની ફોરમ થી બિરદાવ્યા હતા તેમજ તેમના સ્વસ્થ અને સુખમય જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ તકે બી એલ જાદવ એ પોતાની ફરજ પરના યાદગાર દિવસોને વાગોળ્યા હતા અને ભાવુક થઈ સર્વે સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.


