ભારતનું અર્થતંત્ર ૭ ટકાના દરે વૃધ્ધિ પામશે : IMFએ અંદાજ વધાર્યો
નવી દિલ્હી તા.૧૩:
આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકને પગલે, IMFએ પણ ભારત માટે GDP વૃદ્ધિનો અંદાજ વધાર્યો છે. તે કહે છે કે ચાલુ નાણાકીય વર્ષ (FY27) માં ભારતનું અર્થતંત્ર ૭ ટકા ના દરે વૃદ્ધિ પામશે. અગાઉ, IMFએ ભારતીય અર્થતંત્ર ૬.૪ ટકા ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવ્યું હતું. તે કહે છે કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ભૂ-રાજકીય અનિતિતાઓ હોવા છતાં, મજબૂત સ્થાનિક માંગ અને સારી સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ભારતમાં વૃદ્ધિને ટેકો આપી રહી છે.
IMFની આ નવી આગાહી ભારતને ઊર્જા આયાત કરતી અને નબળા મધ્યમ ગાળાના અંદાજ ધરાવતા ઘણા ઉભરતા અર્થતંત્રોથી અલગ પાડે છે. વિશ્વ બેંક અને OECDએ પણ ભારત માટે તેમના અંદાજો વધાર્યા છે, જ્યારે અન્ય મુખ્ય એજન્સીઓ પણ લગભગ ૭ ટકા વૃદ્ધિનો અંદાજ લગાવી રહી છે, જે ભારતના આર્થિક સુધારામાં વિશ્વાસ દર્શાવે છે.


