મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ સરખેજ ઓફીસ નજીકથી બસમાંથી ૩પ૦ લીટર ડીઝલ ચોરાયું
જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢની જાણીતી મહાસાગર ટ્રાવેલ્સની અમદાવાદ સરખેજ ખાતે આવેલી ઓફીસ પાસે મુકવામાં આવેલી બસ નં. ૭રપ૬માંથી ૩પ૦ લીટરથી વધુ ડીઝલની ચોરીનો બનાવ બનવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહાસાગર ટ્રાવેલ્સની સરખેજ ઓફીસ પાસે આજ ટ્રાવેલ્સની ૭રપ૬ નંબરની બસ પાર્કીંગ કરવામાં આવેલ હતી બસમાં ડ્રાઈવર નિંદ્રાધીન હતા તે દરમ્યાન મોડીરાત્રીનાં ૩.ર૪ કલાકે સ્વીફટ ગાડીમાં આવેલા શખ્સોએ પ થી ૬ કેરબા અંદાજીત ૩પ૦ લીટર ડીઝલની ચોરી કરી જતા રહયા હોવાનો બનાવ સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં કેદ થયેલ છે. આ બનાવનાં અનુસંધાને મહાસાગર ટ્રાવેલ્સ સરખેજ ઓફીસનાં સંચાલક લલિત સુખવાણી દ્વારા ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


