વૈશ્વિક મંદીના ઓછાયા વચ્ચે પણ ભારતની નિકાસ ૭ર૦ અબજ ડોલરને પાર

વૈશ્વિક મંદીના ઓછાયા વચ્ચે પણ ભારતની નિકાસ ૭ર૦ અબજ ડોલરને પાર

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૭:
વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી ઉથલપાથલ અને અનેક મોટા દેશોમાં જોવા મળી રહેલી આર્થિક સુસ્તી છતાં ભારતનું એક્સપોર્ટ એન્જિન ફુલ સ્પીડમાં દોડી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ૧૦ મહિનામાં જ ભારતની કુલ નિકાસ (વેપાર અને સેવાઓ બંને મળીને) ૭૨૦.૭૬ બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ ૬.૧૫ ટકાનો મજબૂત વૃદ્ધિ દર દર્શાવે છે, જે સાબિત કરે છે કે વૈશ્વિક બજારોમાં હવે ‘મેડ ઇન ઇન્ડિયા‘ બ્રાન્ડ પરનો ભરોસો સતત વધી રહ્યો છે.