શેરબજારમાં આજે પણ તેજી યથાવત  ક્રુડમાં કડાકો, રૂપિયો ઉંચકાયો

શેરબજારમાં આજે પણ તેજી યથાવત  ક્રુડમાં કડાકો, રૂપિયો ઉંચકાયો

નવી દિલ્હી તા.16: 
અમેરિકા-ઈરાન શાંતિ કરારની અસર સતત બીજા દિવસે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે, બંને સૂચકાંકો વધારા સાથે ખુલ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડાથી શેરબજારમાં પણ ઉચ્ચ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. જયારે રૂપિયો પણ ડોલર સામે સતત ઉંચકાઈ રહ્યો છે. 
સપ્તાહના સતત બીજા દિવસે શેરબજાર કારોબાર શરૂ થતાં, મ્જીઈ સેન્સેક્સ મજબૂત ગતિ સાથે ખુલ્યો, 76,586 પર પહોંચ્યો, જે તેના અગાઉના બંધ 76,264 થી વધીને 23,944 પર પહોંચ્યો છે. આમ યુધ્ધનો અંત આવી જતાં શેરબજારમાં ફુલગુલાબી વાતાવરણ સર્જાઈ ગયું છે.