અમુલ અને મધર ડેરીના દુધનો ભાવ ઘટશે
(એજન્સી) નવી દિલ્હી ત.૧૦:
દરેક ઘરમાં વપરાતા દૂધના ભાવ ટૂંક સમયમાં ઘટવાના છે. તાજેતરમાં, સરકારે ય્જી્ કાઉન્સિલની બેઠકમાં ર્નિણય લીધો છે કે પેકેજ્ડ દૂધને ૫ાંચ ટકા ય્જી્માંથી મુક્તિ આપવામાં આવશે. આ ર્નિણય અમલમાં આવતાની સાથે જ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્કાલિક રાહત મળશે.
આ ય્જી્ મુક્તિનો સીધો લાભ સામાન્ય ગ્રાહકોને મળશે કારણ કે દૂધ પરનો ૫% કર દૂર કરવામાં આવશે. આ પગલાનો હેતુ વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવાર સસ્તું અને ગુણવત્તાયુક્ત દૂધ મેળવી શકે. અમૂલ અને મધર ડેરીના વર્તમાન ભાવ જાેઈએ તો અમૂલ ઉત્પાદનોમાં, ફુલ ક્રીમ દૂધ ‘અમૂલ ગોલ્ડ‘ની કિંમત લગભગ ૬૯ રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ટોન્ડ દૂધ ૫૭ રૂપિયા પ્રતિ લિટરમાં વેચાય છે. તેવી જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ ૬૯ રૂપિયામાં અને ટોન્ડ દૂધ લગભગ ૫૭ રૂપિયામાં ઉપલબ્ધ છે. ભેંસ અને ગાયના દૂધના ભાવ પણ ૫૦-૭૫ રૂપિયા પ્રતિ લિટરની વચ્ચે છે.


