દ્વારકા શારદાપીઠમાં આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ : દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ

દ્વારકા શારદાપીઠમાં આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ : દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.રર
દ્વારકા યાત્રાધામમાં જગતમંદિર સંલગ્ન આવેલ શારદાપીઠમાં સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્પાદ આદ્ય શંકરાચાર્યજીની જન્મ જયંતીની શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન તથા નારાયણાનંદ બ્રહમચારીજીના નેજા હેઠળ ભકિતભાવપૂર્વક ઊજવવામાં આવી હતી. આ પ્રસંગે શારદાપીઠ શંકરાચાર્ય મઠ, દ્વારકામાં આવેલ ગુરૂગાદી ખાતે ભગવાન આદ્ય શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન તથા ભગવાન શ્રી દ્વારકાધીશજીના ઉન્નત શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોના આશિર્વાદ સહ વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં સંતો-મહંતો, સામાજીક અગ્રણીઓ તથા શહેરના નામાંકિત અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનીય ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.