આજથી બેંક ખાતા, ટોલ, આધાર, જીએસટીના નિયમોમાં ધરખમ ફેરફાર
(એજન્સી) નવી દિલ્હી તા.૧
આજ તા.૧ નવેમ્બરથી જ ૬ મોટા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં બેંક નોમિનેશન નિયમોમાં ફેરફાર, કોમશિર્યલ ગેસ-સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને નવા હ્લછજી્ટ્ઠખ્ત નિયમોનો સમાવેશ થાય છે.
હવે તમે તમારા બેંક ખાતામાં ફક્ત એકને બદલે ચાર નોમિની ઉમેરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે દરેક નોમિનીને કેટલી રકમ મળશે. જે અંગેના નવા નિયમો આજ તા.૧ નવેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવી રહ્યા છે.નાણાં મંત્રાલયે ૨૩ ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે આ ફેરફાર બેંકિંગ દાવાઓ અને વારસાગત પ્રક્રિયાને સરળ બનાવશે અને વધુ પારદર્શક બનાવશે. નોમિની કોઈપણ સમયે બદલી અથવા રદ કરી શકાય છે.
ભારત સરકારના uidai એ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૂા.૧૨૫ ફી માફ કરી દીધી છે. આ ફી એક વર્ષ માટે મફત રહેશે.
પુખ્ત વયના લોકો માટે નામ, જન્મતારીખ, સરનામું અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે ૭૫ રૂપિયાનો ખર્ચ થશે.
ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેન જેવાં
બાયોમેટ્રિક અપડેટ્સની કિંમત ૧૨૫ રૂપિયા હશે. jio ભારતમાં તેના "chatgpt" સબ્સ્ક્રિપ્શન પ્લાનને એક વર્ષ માટે મફત બનાવી રહ્યું છે. આ ઓફર ભારતીય વપરાશકર્તાઓ માટે ૪ નવેમ્બર, ૨૦૨૫ થી સક્રિય રહેશે.
હાલમાં ભારતમાં આ સબ્સ્કિ્રપ્શનનો ખર્ચ રૂા.૩૯૯ પ્રતિ મહિને છે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓને દર વર્ષે રૂા.૪,૭૮૮નો ફાયદો થશે. આ jio પ્લાન વધુ ચેટ્સ અને છબિ બનાવવાની મંજૂરી આપે છે.
જે વાહનોના fasttagએ હજુ સુધી જરૂરી દ્ભર્હુ ર્રૂેિ ફીરૈષ્ઠઙ્મી (દ્ભરૂફ) ચકાસણી પૂર્ણ કરી નથી તેમને નિષ્ક્રિય કરી શકાય છે, જોકે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંકો દ્વારા રિમાઇન્ડર્સ મોકલીને ગ્રેસ પિરિયડ આપી રહી છે, જેથી સેવા તાત્કાલિક બંધ ન થાય. હવે યુઝર્સે દ્ભરૂફ માટે ફક્ત તેમની નંબરપ્લેટ અને
fasttagનો આગળનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે. બાજુનો ફોટો જરૂરી નથી. આ ચકાસણી પ્રક્રિયાને સરળ બનાવશે.
પેન્શન મેળવતા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓએ નવેમ્બરના અંત સુધીમાં નજીકની બેંક શાખામાં આ વર્ષનું ‘જીવન પ્રમાણપત્ર‘ જમા કરાવવું પડશે.
આજથી ૧૯ કિલોગ્રામના કોમશિર્યલ ગેસ-સિલિન્ડરનો ભાવ ૬.૫૦ રૂપિયા સસ્તો થયો છે.


