ખુદ શિક્ષણમંત્રી જ સંસદમાં નીટ મુદ્દે ચર્ચાનો જવાબ આપશે

ખુદ શિક્ષણમંત્રી જ સંસદમાં નીટ મુદ્દે ચર્ચાનો જવાબ આપશે

(એજન્સી)    નવી દિલ્હી તા.22:
નીટ મુદે આંદોલન ઉગ્ર બનતા તથા હવે વિપક્ષોએ તેને મોટો મુદો બનાવવા કોશીશ કરતા સરકાર પુરી રીતે એકશનમાં આવી ગઈ છે. ગઈકાલે વડાપ્રધાને એનડીએની સંસદીય દળની બેઠકમાં પ્રથમ વખત નીટ મુદે બોલીને સંકેત આપી દીધો હતો. તો સાંજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે વડાપ્રધાન આવાસ પાસે જ ધરણા કર્યા તેમાં હવે ‘કોકરોચ‘ નો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ‘હઠ‘ પકડી અને ‘આપ‘ પણ કુદી પડયું પણ સરકારે પ્રધાનના રાજીનામાની માંગને રાજકીય ગણે છે અને તે સ્વીકારવાના મુડમાં નથી.