ગિરનાર ક્ષેત્રમાં ‘સ્વચ્છ ગિરનાર – પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અભિયાન અંતર્ગત વિશાળ સફાઈ અભિયાન યોજાયું

ગિરનાર ક્ષેત્રમાં ‘સ્વચ્છ ગિરનાર – પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અભિયાન અંતર્ગત વિશાળ સફાઈ અભિયાન યોજાયું

જૂનાગઢ, તા.ર૩
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત – ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં તથા સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે  તા. ૨૧/૦૯/૨૦૨૬ના રોજ જૂનાગઢના પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં “સ્વચ્છ ગિરનાર – પ્લાસ્ટિક મુક્ત ગિરનાર” અભિયાન અંતર્ગત વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનમાં ગિરનાર ફોરેસ્ટ રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ, જૂનાગઢના ડોક્ટર્સઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ડોલી એસોસિએશનના કાર્યકરો, તેમજ ગિરનાર ક્ષેત્રના દુકાનદારો, વેપારીઓ અને સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક જાેડાઈને ગિરનારની સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. ગિરનારની પ્રાકૃતિક સુંદરતા અને પવિત્રતાને જાળવી રાખવા તેમજ ગિરનારને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સૌએ સાથે મળીને સફાઈ કામગીરી કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને ગિરનારની કુદરતી પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.