ગિરનારી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે બાળકો માટે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ

૨૩૭ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો: જગદીશભાઈ દતાણી (ટ્રસ્ટી શ્રી ગિરનારી ગ્રુપ)

ગિરનારી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગાયત્રી મંદિર ખાતે બાળકો માટે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિરના સહયોગથી ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, રમતગમતની ભાવના તેમજ સામાન્ય અને ધામિર્ક જ્ઞાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચા દ્વારા સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ગાયત્રી મંદિર ખાતે તા. ૧૩/૦૯/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કોથળા દોડ, ચેસ, દેડકા દોડ, માટીમાંથી ગણપતિ બનાવવાની સ્પર્ધા, જનરલ નોલેજ (ધામિર્ક પ્રશ્નોત્તરી), લીંબુ-ચમચી સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓ બાળકોના જુદા જુદા વયજૂથ મુજબ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં કુલ ૨૩૭ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડી. કે. કોઠારી સ્વામી (સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ), પ્રો. પી. બી. ઉનડકટ, પ્રવીણભાઈ પોપટ (જલારામ ભક્તિધામ મંદિર ટ્રસ્ટી), ટી.ડી.ઓ. માંગરોળ, ડો. કેસુર વરૂ, ડો. ધીરેન કપુપરા, નાથબાપુ વાળા (ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ), ડો. હિરેન મુંડિયા, ડો. દીપેશ ઝાલાવાડિયા, યતીનભાઈ કારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્પર્ધાઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે નિર્ણાયક તરીકે ચેસમાં હિતેશભાઈ વડોયા તથા પ્રશાંતભાઈ જોશી, કોથળા દોડમાં કિરીટભાઈ તન્ના, જીગ્નેશભાઈ વ્યાસ, સંદીપભાઈ ધોરડા, સમીરભાઈ ઉનળકટ, દિલીપભાઈ દેવાણી, પિયુષભાઈ ડાભી તથા યજ્ઞદત્તભાઈ, ધામિર્ક પ્રશ્નોત્તરીમાં દેવાંગભાઈ પંડ્યા, નેહલભાઈ પોપટ, કાજલબેન સેજપાલ તથા કિરણબેન પંડ્યા, દેડકા દોડમાં લલીતભાઈ ગેરીયા, માટીમાંથી ગણપતિ બનાવવાની સ્પર્ધામાં પિયુષભાઈ કાછડીયા, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા તેમજ લીંબુ-ચમચી સ્પર્ધામાં પ્રણવભાઈ ભટ્ટ તથા નેહલભાઈ પોપટ સહિતના સેવાભાવી કાર્યકરોએ પોતાની સેવાઓ આપી હતી. સ્પર્ધાઓ દરમિયાન બાળકોએ ભારે ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. બાળકોમાં સ્પર્ધાત્મક ભાવનાની સાથે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળે તે માટે ગિરનારી ગ્રુપ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૨૩૭ બાળકોને શુભેચ્છા સ્વરૂપે પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા બાળકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. તમામ સ્પર્ધક બાળકો તથા વાલીઓને હેલ્ધી ફૂડનો નાસ્તો કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નરેન્દ્રસિંહ ચુડાસમા બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, જગદીશભાઈ દતાણી, હરિભાઈ કારીયા, વિપુલભાઈ બુદ્ધદેવ, ચંદ્રેશભાઇ દોશી, હેમંતભાઈ નંદવાણી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ યાદીના અંતે જણાવ્યું હતું.