જૂનાગઢના પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે માટીના ગણપતિ બનાવવાનો વર્કશોપ સંપન્ન થયો

જૂનાગઢના પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે માટીના ગણપતિ બનાવવાનો વર્કશોપ સંપન્ન થયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢમાં આવેલી શૈક્ષણિક સંસ્થા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે તારીખ ૧૨-૯-૨૦૨૬ શનિવારના રોજ માટીના ગણપતિ બનાવવાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપ માં અંદાજે ૨૦૦ કરતાં વધારે લોકોએ આવી અને માટીના ગણપતિ બનાવતા શીખ્યું હતું. વિવિધ ગ્રુપમાં લગભગ ૯૦ જેટલી મૂતિર્ઓ બનાવીને લોકો પોતાને ઘરે સ્થાપન માટે લઈ ગયા. નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સુધીના વ્યક્તિઓ જોડાયા હતા.  સંત શ્રી મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ ભરાડ દ્વારા સંચાલિત આ શૈક્ષણિક સંસ્થામાં સમાજને ઉપયોગી થાય તેવા આ પ્રકારના કાર્યક્રમમો કરવામાં આવે છે જે જે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે દિશાદર્શનનું કાર્ય કરે છે. સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગભાઈ પુરોહિતના જણાવ્યા મુજબ આજની પેઢીને પર્યાવરણ મિત્ર બનાવવા અતિ આવશ્યક છે. માત્ર ઉજવણીઓ નહીં પરંતુ જ્ઞાન સાથેની અને સમજ કેળવીને ધર્મ તથા પરંપરાઓ ની ઉજવણી કરવામાં આવે તો એ સાચા સંસ્કારોની સુવાસ છે. છેલ્લા પાંચ વર્ષોથી પ્રેમાનંદ સ્કૂલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે માટીના ગણપતિ માટે અવેરનેસ કાર્યક્રમો કરે છે અને લગભગ ૩૫ એક વ્યક્તિઓથી શરૂ થયેલો આ કાર્યક્રમ ૧,૦૦૦થી વધારે પરિવારો સુધી સફળતાથી પહોંચ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પ્રેમાનંદ સ્કૂલના સ્ટાફ મિત્રો એ જહેમત ઉઠાવી હતી.