જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. ૩નાં ભાજપનાં કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસ્લમ કુરેશી સહીત ૪નું પોલીસ દ્વારા જાહેર સરઘસ કઢાયું
આજે તા. ર૬ જાન્યુઆરીનાં રોજ સાંજનાં સમયે ચારેય આરોપીઓ ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમભમાઈ કુરેશી, તેના ભાઈ અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ કુરેશી અને અન્ય બે સાગરીત સહીત ચાર લોકોનું સરઘસ કાઢવામાં આવેલ હતું. તેમજ ઘરની બહારથી સરઘસ કાઢી સુખનાથ ચોક, પીશોરીવાડા લઈ જઈ ઘરમાં તપાસ કરી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જાહેર રોડ ઉપર લોકોની વચ્ચે ઉભા રાખી માફી મંગાવી હતી. આ સમયે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી તેમજ મીડીયા સામે પણ માફી મંગાવાઈ હતી. પોલીસ દ્વારા લોકોને ચેતવણી આપી હતી કે કોઈપણ ગુનેગારને છોડવામાં નહી આવે પછી તે કોઈપણ ચમરબંધી નેતા કે આગેવાન હોય. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની પોલીસ અધિકારીઓએ અપીલ કરી હતી. આ બાબત સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.


